Rasik's obituary
પ્રેરણા ભર્યું જીવન
જન્મ 20 ઓક્ટોબર ૧૯૪૯ ન દિવાળીની રાત્રે ૯ વાગે ચોપડા પૂજન ના સમયે લાખાપર જનમ્યા . દાદા દાદીને નાની સાથે બાળપણ ઉછેર્યો હસતા રમતા ૭૨ વર્ષનું જીવન પસાર કર્યું આમ સૌને આદર્શ આપ્યું.
આજના બધા જ યુવાનનો માટે ઉદાહરણ કરતાં પણ ઓછું જીવન જીવ્યા છે.... એ છે *રસિક ખીમજી સંગોઈ.* લાખાપરની પાઠશાળામાં ૭ ધોરણ સુધી ભણ્યા પછી પપ્પાનું દાળાબંદરમાં ધંધો હોવાથી મુંબઈ મલાડ આવ્યા. લિબર્ટી ગાર્ડન માં સાંઈ સદન માં રહેતા હતા અરુણ, રામદાસ, ભીડે, મોતી, રૂપારેલ સાથે દોસ્તી નું જીવન.
અહીંયા ૧૦ ધોરણ સુધી હવે હાઈસ્કૂલ દવે સેન્ટ્રલ હાઇસ્કુલ માં ભણ્યા.
નાનાભાઈ અરવિંદ સાથે એક વાર ઘરની બહાર પાડી પર બેસી ઠંડીમાં એક જ શાલ ઓડી બ્રશ કરતાં આનંદ માણતા હતા. ત્યાં રમત રમતમાં પડ્યાને પીઠમાં વાગ્યું તેથી તાવના ઉતાર્યો અને ઈલાજ માટે મીરજ (Solapur) લઈ ગયા. આ દરમિયાન ૧૦ માં ધોરણની પરીક્ષા નઈ આપી શક્યા. ૩-૪ મહિના પછી આવ્યા ને ૨ વખત પરીક્ષા આપી... પણ જિંદગીમાં ફર્સ્ટ ક્લાસ લાવવા વાળા રસિકભાઈ ને ૧૦ માં પાસ ન થઈ શક્યા.
એમના ખીમજી માસા ને ત્યાં કપડાના કારખાનામાં કામ (નોકરી) એ લાગ્યા.... ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરે જ્યારે વોટીંગ રાઇટ (voting right) ના હોય પણ બિઝનેસ (business) શીખ્યા. ૨ મહિના પછી પૈસા રોકીને પેન્ટ- શર્ટ માં ધંધો ચાલુ કર્યો. ૫ વર્ષ પછી પપ્પા નો સાથ સહકાર છત્રછાયા ખોયું.
આ પહેલું દુઃખદ પ્રસંગને પચાવી માતા ભાઈ બહેનને સહ પરિવારને સાચવી લીધું. ત્યારબાદ એક વર્ષ પછી લગ્ન માટે ૩-૪ દીકરીઓ જોયા પછી મુન્દ્રા ના રંજનબેન ને જોવા નાડેદ ગયા. પ્રેમજીભાઈ ઓભાયા એ સગપણ કરાવ્યું. ૪૮ વર્ષ સુખી જીવન જીવ્યુ.
દાદર, જય ગોપાલ માં લોન્ગેસ્ટ વેર (longest wear) માંથી નોકરીની ઓફર (offer) આવી. ત્યાં રસિકભાઈ એ પાર્ટનરશીપ (partnership) માંગી. એમનું કોન્ફિડન્સ (confidence) જોઈ આપજી ભુલાભાઈ એ એક્સેપ્ટ (except) કરી. આ એમનું રેડીમેટ(readymade) ની દુનિયાની સફળતાનું પહેલું સોપાન. આમાં એમની દોસ્તી (l.a.) લક્ષ્મી ચંદ્ર સાથે થઈ, ને આશિષ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (industrial estate) માં ખૂબ લગન થી વ્યવસાય કરતા. દિવસ ૧૨-૧૩ કલાક કામ કરે. નાનાભાઈ અરવિંદ ને પણ પોતાની સાથે પાર્ટનરશીપમાં લઈ સાથે મળીને મહેનત કરવાનું દૌર ચાલુ........
૬-૭ વર્ષ પછી તો ૪ પાર્ટનર્સ મળી Amir md. East lower Parel મા ધંધો વધાર્યો. ૩ માળાની ફેક્ટરી કરી. ૮૦ થી ૯૦ મશીન સંભાળતા. ધંધા માટે થઈને ૧૦-૧૨ દિવસ હર વર્ષે ફોરેન (foreign) જવાનું થાય. વર્ષમાં ૩ મહિના બાર ગામ રહે. રાતપાળી કરે - કરાવે ને ખૂબ મહેનત કરે.
ભાઈ , બહેન અને કુટુંબીની ૨૦-૨૧ બહેનો ૭-૮ ભાઈઓના લગ્નની સેવામાં પ્રથમ ફાળો બંને ભાઈયો નું આ એમની માતા પિતાના સંસ્કાર ૮૨-૮૪ ની સાલ માં બોરીવલીમાં સિલેક્શન (selection) દુકાન કરી. પાંચ વર્ષ પછી એમાં ભયાનક આગ લાગી ને એ પરીક્ષામાંથી પણ પસાર થઈ ફરી દુકાન શરૂ કરી.
૮૯-૯૦ માં ગાડીમાં ઓફિસથી ઘરે આવતા નાણાવટી હોસ્પિટલની સામે અકસ્માત (accident) થયું. એમાં રસિક ને માથામાં વાગ્યું ને અરવિંદ ભાઈને પગ ચેન્જ (change) કર્યું. ગાડીમાંથી બહાર આવી નાના ભાઈને stretcher માં લઈ હોસ્પિટલમાં દાખલ કરી પછી પોતે દાખલ થયા.
૨ મહિના પછી કામે લાગ્યા ને અહીં પણ હિંમત ન હાર્યા. ભાઈ ૨ વર્ષ પછી ઓફિસ આવી શક્યા.
લગ્ન ધામધૂમથી કરાવ્યા. ૨૦૦૨ સુધી બધું સરસ ચાલ્યું. એક રાત્રે ફેક્ટરી (factory) માં આગ લાગવાથી બિઝનેસ ઝીરો (business zero) થઈ ગયો. આ ભયાનક પ્રસંગે જજુમતા વિરાર ઘર લેવું પડ્યું. કાંદીવલી થી હિંમત ન હારતા દરરોજ કાંદીવલી travel કરી નાનો ધંધો કરતા. અહીંયા પણ હજુ પરીક્ષા લેતા ભગવાનને એમની માતાને જીવલેણ બીમારી થઈ. એમની સાથે ૫ વર્ષ લડત લઈ પ્રભુના શરણે ગયા.
ભગવાનમાં વિશ્વાસ રાખતા છેલ્લા ૨ વર્ષથી કચ્છ જતા (regularly) ઉપાશ્રય નું બંધારણ થયું હતું. આ વર્ષે પર્યુષણ માટે કચ્છ જવાની તૈયારી કરતા કરતા ધામ ની તૈયારી ભગવાનને કરીને પોતાની પાસે તારીખ ૧૭/૮/૨૨ ને ૪ વાગ્યે બોલાવી લીધા.